ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુ ઓપરેશન: થોડા કલાકોમાં બહાર આવી શકે છે સુરંગમાં ફસાયેલા મજૂરો, રેસ્ક્યૂ ટીમના સભ્યએ આપી જાણકારી

ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુ ઓપરેશન: થોડા કલાકોમાં બહાર આવી શકે છે સુરંગમાં ફસાયેલા મજૂરો, રેસ્ક્યૂ ટીમના સભ્યએ આપી જાણકારી

Uttarkashi Tunnel Rescue Operation:સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે

Uttarkashi Tunnel Rescue Operation: ઉત્તરકાશી ટનલમાં ચાલી રહેલા રેસ્ક્યૂ ટીમના સભ્ય હરપાલ સિંહે દાવો કર્યો હતો કે ટનલની અંદર ફસાયેલા કામદારો ગુરુવારે (23 નવેમ્બર) સવારે 8 વાગ્યા સુધીમાં બહાર આવી શકે છે. તેમણે કહ્યું કે સવારે આઠ વાગ્યા સુધીમાં સમગ્ર કામગીરી પૂર્ણ થઈ જશે. દરેક લોકો અંદર ફસાયેલા કામદારો માટે પ્રાર્થના કરી રહ્યા છે. મોડી રાત્રે હરપાલ સિંહે કહ્યું કે તે ટનલમાંથી હમણાં જ બહાર આવ્યા છે. તેમણે કહ્યું કે તેઓ અહીં ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશનના ભાગ છે.

હરપાલ સિંહે કહ્યું હતું કે , “હું હમણાં જ ટનલની અંદરથી આવ્યો છું. હું ઝોજિલા ટનલના નિર્માણમાં કામ કરી રહ્યો છું અને અહીં રેસ્ક્યૂ ઓપરેશનનો ભાગ છું. થોડા સમય પહેલા ડ્રિલિંગ દરમિયાન ચાર લોખંડના સળિયા ટનલની અંદર આવી ગયા હતા. જેના કારણે ડ્રિલિંગનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. એનડીઆરએફની ટીમ ગેસ કટર મશીન દ્વારા સળિયાને કાપવાનો પ્રયાસ કરી રહી છે. મને આશા છે કે આગામી દોઢથી બે કલાકમાં એનડીઆરએફની ટીમ ગેસ કટર મશીન દ્વારા સળિયાને કાપશે. ત્યાર બાદ આશરે 12 મીટરની બે પાઈપલાઈન ડ્રિલ કરવાની પ્રક્રિયા શરૂ થશે. મને આશા છે કે સવારે 8:30 વાગ્યા સુધીમાં કામદારોને બચાવવાની કામગીરી શરૂ થઈ જશે.”

સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે અને તબીબોને સ્થળ પર બોલાવવામાં આવ્યા છે. 15 ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. સ્થળ પર 12 એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે.

ઉત્તરકાશી જિલ્લામાં ચારધામ યાત્રા રૂટ પર નિર્માણાધીન સિલક્યારા ટનલનો એક ભાગ 12 નવેમ્બરે તૂટી પડ્યો હતો, જેના કારણે કાટમાળની બીજી તરફ કામદારો ફસાયા હતા, તેમને બચાવવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. સોમવારે બચાવદળના સભ્યો કાટમાળમાંથી 53 મીટર લાંબી છ ઇંચની પાઇપલાઇન નાખવામાં સફળ રહ્યા હતા, જેના દ્વારા કામદારોને વધુ ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *